Jetpur: રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે ૩૦ નાગરિકોને નિમણૂક પત્રો અપાયા

તા.૧૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેતપુરના મેવાસા ખાતેથી નાગરિકોને દેશસેવામાં જોડવાની શરૂઆત
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ સહિતના ત્રિવિધ કાર્યક્રમમાં સૌપ્રથમ ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકેના નિમણૂક પત્રો અપાયા છે.
કોઈ પણ પ્રકારની સંભવિત આપાતકાલીન પરિસ્થિતિમાં દેશસેવા કરવા માગતા દેશના નાગરિકો સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે જોડાઈને પોતાની માનદ સેવા આપી શકે છે. આ યોજનામાં જોડાવા માગતા નાગરિકોએ નિયત ફોર્મ તથા એકરારનામું જિલ્લા વહીવટી તંત્રને રજુ કરવાનું હોય છે. જેતપુરના મેવાસા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયા તથા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી દ્વારા ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકેના નિમણૂક પત્રો આજે એનાયત કરાયા હતા. આ તમામ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે અને જરૂર પડ્યે રાષ્ટ્રહિત કાજે તેઓની સેવાઓ લેવામાં આવશે, તેમ ગોંડલના પ્રાંત અધિકારીશ્રી રાહુલ ગમારાએ જણાવ્યું હતું. અને વધુને વધુ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે જોડાવા અપીલ કરી હતી.




