GUJARATJETPURRAJKOT CITY / TALUKO
Jetpur: રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના દિવ્યેશભાઈ સૂવાનું સ્વાતંત્ર્ય પર્વ જિલ્લા કલેકટરના હસ્તે સન્માન

તા.૧૬/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમની ઉજવણી લોધીકામાં થઈ હતી . જેમાં દરેક વિભાગમાં વિશિષ્ટ કામ કરેલ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જેતપુરમાં રહેતા અને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.માં ફરજ બજાવતા દિવ્યેશભાઈ સૂવાની પસંદગી થઈ હતી.જેમાં તેમના વિશિષ્ટ કામને ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લાના કલેકટર શ્રી પ્રભવ જોશી સાહેબ વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.



