Jetpur: “સ્વચ્છતા અભિયાન” જેતપુર–નવાગઢના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છછતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા જેતપુર શહેર સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર અને એ માટે “સ્વચ્છતા અભિયાન” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર સ્થળોની સફાઈ સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અને જાગૃતિ વધારવાનો હતો.
આ અભિયાન અંતર્ગત આજરોજ તા. ૧૭/૧૧/૨૦૨૫ના રોજ વિવિધ વિસ્તારોમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં સરકારી વિદ્યાલય પરિસર, સિટી ટ્રાન્સપોર્ટ યુનિટ વિસ્તાર, જાહેર શૌચાલયો, જાહેર માર્ગો અને મુખ્ય રસ્તાઓની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી.
નગરપાલિકાના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ રોજની ટેવ છે. નાગરિકો તેનો હિસ્સો બને ત્યારે જ શહેર ખરા અર્થમાં સ્વચ્છ અને સ્વસ્થ બને છે.
નગરપાલિકાના સ્વચ્છતા કર્મચારીઓ, અધિકારીઓ તથા સ્વયંસેવકોની ટીમે એકત્રિત થઈ વિવિધ સ્થળોએથી કચરો સાફ કર્યો હતો તેમજ ધૂળ-માટી દૂર કરી અને સ્વચ્છતા જાળવવા નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી.






