GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Jetpur: સ્વચ્છતા હી સેવા : જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા મયુર તળાવની આસપાસ સ્વછતા હાથ ધરાઇ

તા.૭/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jetpur: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ગાંધી જયંતી નિમિતે સ્વચ્છતા હી સેવા અભિયાન અમલી બન્યું છે, જે અંતર્ગત જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વછતા અભિયાન અન્વયે ગ્રામજનોએ સાથે મળીને મયુર તળાવની આસપાસ સફાઈ કરી હતી.લોકોએ પુરા સાથ સહકાર થકી તળાવમાં અને તળાવની આસપાસ રહેલ કચરો સાફ કરી અન્ય લોકોને પણ સ્વછતા જાળવવી જોઈએ તે અંગેનો સંદેશ પૂરો પાડ્યો હતો.

ઉપરાંતમાં લોકોના સ્વભાવમાં સ્વછતા કેળવાય તે માટે સરકાર દ્વારા સ્વછતાને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. નગરપાલિકાના સભ્યએ પણ જણાવ્યું કે, સફાઈ કામમાં કદાચ સફાઈ કર્મીઓને મદદ ન કરી શકીએ પણ ગંદકી કરીને કે કચરો જ્યાં ત્યાં ફેંકીને સ્વછતા કર્મીનું કામ વધારવું ન જોઈએ. દરરોજ આપણા ઘર આપણા કાર્યસ્થળની આસપાસ થોડોક સમય સ્વછતા માટે ફાળવવો જોઈએ.

આ તકે, આગેવાનો સહિતના લોકોએ સ્વચ્છતા અંતર્ગત સાફ-સફાઈ અભિયાનમા સમય ફાળવી શ્રમદાનમાં ભાગ આપ્યો હતો અને મયુર તળાવની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવી હતી. તેમજ તમામ લોકોને સાફ-સફાઈ અભિયાનમાં શ્રમદાન કરવા માટેની અપીલ કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!