Jetpur: જેતપુરના રબારીકા રોડ ઉપર બોઈલરનું ગરમ પાણી માથે પડતા દાઝી ગયેલા બે વર્ષના માસૂમનું મોત

તા.૮/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બાળકે સારવારમાં દમ તોડતા શ્રમિક પરિવારમાં શોક
Rajkot, Jetpur: જેતપુરના રબારીકા રોડ ઉપર બે વર્ષના માસુમ ઉપર બોઇલરનું ગરમ પાણી પડતા માસુમ ગંભીર રીતે દાઝી ગયો હતો. માસુમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં રબારીકા રોડ ઉપર રહેતા પરિવારનો બાદલ છોટેલાલ મંડલ નામનો બે વર્ષનો માસૂમ ગત તારીખ ૩૧ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રમતો હતો ત્યારે તેના ઉપર બોઈલરનું ગરમ પાણી પડતા તે આખા શરીરને દાઝી ગયો હતો માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે જેતપુર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગંદગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે જેતપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.



