
તા.૨૯/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જેતપુરના વિણાબેન રમેશભાઈ દોશીનું અવસાન થતા પરીવારજનોએ સ્વ. વિણાબેન દોશીના ચક્ષુદાન કરવા અંગે ધોરાજીના માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પીટલ ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન ડો. નિકુંજ ચોવટીયા અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર, પ્રતીક કંડોલીયા, નીતીન ચુડાસમા અને રાકેશ પરમાર સહીતના હાજર રહી પોતાની સેવાઓ બજાવી હતી.
આ તકે ભાવીશાબેન, નમીતાબેન કોઠારી, મીતાબેન મહેતા, બીરેનભાઈ મહેતા, રાજુભાઈ દોશી, કિરણભાઈ કોઠારી, કલ્પેશભાઈ દોશી, દિનેશભાઈ દે સાઈ, વિજયભાઈ બાવીસી, દિનુભાઈ મોદી, સહીતનાએ હાજર રહી ધોરાજી માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલની કામગીરીને બીરદાવી હતી.
ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન, દેહદાન, સ્કીન ડોનેશન માટે મો.નં. ८८८८७ ०१७७४, ८८८८७ ૧૫૭૭૫ અને સરકારી હોસ્પીટલ ધોરાજીના ફોન નં. ૦૨૮૨૪- ૨૨૦૧૩૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ જેતપુરના દોશી પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. વીણાબેનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને આ ૨૭૫મું ચક્ષુદાન મળેલ છે.



