Jetpur: જેતપુરમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત શહેરના મુખ્ય વિસ્તારોમાં સફાઇ કરાઈ
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું
Rajkot, Jetpur: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અને ‘સ્વચ્છોત્સવ” અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જેતપુર નગરપાલિકા દ્વારા “એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન” કર્યું હતું. જેતપુર શહેરનો બસસ્ટેન્ડ રોડ, જુનાગઢ રોડ અને કનકિયા પ્લોટ વિસ્તારમાં મોટા પાયે સફાઇકર્મીઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી.
સફાઈકર્મીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.