GUJARATLODHIKARAJKOT CITY / TALUKO

Lodhika: લોધીકા તાલુકાના પાળ ગામે ભારે વરસાદને કારણે કોઝવેની સ્થળ તપાસ કરતા અધિકારીઓ

તા.૨૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Lodhika: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે લોધીકા મામલતદારશ્રી રાજેશ ભાડે તાલુકા લાયઝન ઓફિસરશ્રી કિશોર મોરી સાથે પાળ ગામે આવેલા કોઝવેની સ્થળ તપાસ કરી હતી. આ દરમિયાન તેમણે પાણીની આવકની સમીક્ષા કરી હતી. પાણી વધવાની શક્યતા હોય તો જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત કરવા લોધીકા પી.એસ.આઇ.ને સૂચના આપી હતી. તેમજ સરપંચ સાથે મુલાકાત કરીને ગામલોકોને સાવચેત રહેવા સૂચના આપી હતી. જો કોઈ અકસ્માત બને તો વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવા અપીલ કરી હતી, તેમ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!