
તા.૦૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ જુની આર.ટી.ઓ. ચેકપોસ્ટેથી ગાંજાની હેરાફેરી કરતા બે ઈસમને કાર સાથે ઝડપી પાડતી ઝાલોદ પોલીસ
₹૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત, ઝાલોદ પોલીસની મોટી સફળતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ સાહેબ (ઝાલોદ વિભાગ)ની દેખરેખમાં થર્ટી ફર્સ્ટ તહેવાર અન્વયે દારૂબંદી અને નાર્કોટિક્સ સામે ઝાલોદ પોલીસે અસરકારક કાર્યવાહી કરી છે.તા. ૧૨.૧૨.૨૦૨૫ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધાવડીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સુઝુકી કંપનીની સફેદ રંગની વેગન આર ગાડી નં. DL-2-CAN-0557ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી હતી. પોલીસે તાત્કાલિક પીછો કરી ઝાલોદ જુની આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ગાડી પકડી પાડી.તપાસ દરમિયાન ડ્રાઇવર સીટ નીચે પાસ-પરમિટ વિના ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૦.૨૫૬ કિ.ગ્રા. (કિં.રૂ. ૧૨,૮૦૦/-), મોબાઇલ ફોન નંગ-૨ (કિં.રૂ. ૫,૫૦૦/-) તથા વેગન આર ગાડી (કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૧,૧૮,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરાયો.આ કેસમાં આરોપી (૧) રવુફભાઈ મજીદભાઈ ફકીરા (રહે. ઝાલોદ) અને (૨) મુકેશભાઈ મગનલાલ કલાલ (રહે. બાંસવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ઝાલોદ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નશાની હેરાફેરી સામે કડક સંદેશો.





