DAHODGUJARATJHALOD

ઝાલોદ પોલીસે ₹8.27 લાખથી વધુના વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

તા.૩૧.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

zalod:ઝાલોદ પોલીસે ₹8.27 લાખથી વધુના વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

ઝાલોદ તાલુકામાં પોલીસની સતર્કતાથી વિદેશી દારૂના કાળા કારોબાર પર મોટો પ્રહાર થયો છે. ધાવડીયા ચેકપોસ્ટ ખાતે પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ચોરખાનામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.હાઈડ્રોલિક ટ્રોલી ઊંચી કરતા ખુલ્યો ચોરખાનું પોલીસ દ્વારા શંકાસ્પદ રીતે પસાર થતી ટ્રેક્ટર-ટ્રોલીની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રેક્ટરની હાઈડ્રોલિક ટ્રોલી ઊંચી કરતાં નીચે બનાવવામાં આવેલું ચોરખાનું સામે આવ્યું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.28 પેટી, 1128 બોટલ વિદેશી દારૂ જપ્ત પોલીસે ટ્રેક્ટર ટ્રોલીમાંથી કુલ 28 પેટી જેમાં 1128 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની અંદાજિત કિંમત ₹3.22 લાખ થાય છે, જ્યારે ટ્રેક્ટર સહિત કુલ મુદ્દામાલની કિંમત  ₹8.27 લાખથી વધુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ આ કાર્યવાહીમાં પોલીસે હુકમસીંગ વિષ્નારામ મેગવાલ, રહે. નિમબ કોટ, તાલુકો નોકડા, જિલ્લો બાડમેર (રાજસ્થાન)ના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.રાજસ્થાનથી ગુજરાત સુધીના નેટવર્કનો પર્દાફાશ આ ઘટનાથી રાજસ્થાનથી ગુજરાત સુધી ફેલાયેલા દારૂના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું મનાઈ રહ્યું છે. બુટલેગરો દ્વારા વારંવાર અવનવા ગતકડા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, પરંતુ ઝાલોદ પોલીસની સતર્કતાથી આ પ્રયાસ નિષ્ફળ ગયો.પોલીસની સખત કાર્યવાહી, વધુ તપાસ ચાલુ ઝાલોદ પોલીસે બુટલેગરો સામે આકરા પ્રહાર કરતા વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂ કોને પહોંચાડવાનો હતો અને પાછળ કોનું નેટવર્ક કાર્યરત છે તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.પોલીસની સમયસર અને અસરકારક કામગીરીથી એક મોટો દારૂનો જથ્થો બજારમાં પહોંચતા પહેલા જ ઝડપાઈ ગયો છે, જેનાથી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની મજબૂતી ફરી એકવાર સાબિત થઈ છે

Back to top button
error: Content is protected !!