GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
જામનગરની જીલ સાઉથ એશીયા કરાટે સ્પર્ધામાં લેશે ભાગ

*ભૂતાન મા ચાલી રહેલી સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં જામનગર ની જીલ મકવાણા કરશે ભારત નું પ્રતિનિધિત્વ*
જામનગર (નયના દવે)
ભૂતાન મા ચાલી રહેલી કરાટે ની સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં જામનગર ના જાણીતા લાયન્સ કરાટે ક્લબ ની જીલ મકવાણા ભારત નું પ્રતિનિધિત્વ કરશે.
જેમાં ૭ દેશો એ પોતાની દાવેદારી નોંધાવી છે. આ સાથે તેમના પિતા અને કોચ તરીકે ફરજ બજાવતા સિહાન નીતિશ મકવાણા, અને કરાટે ડુ. ફેડરેશન ગુજરાતના પ્રમુખ હંસી કલ્પેશ મકવાણા ના માર્ગદર્શન હેઠળ જીલ મકવાણા ગુજરાત તથા ભારત નું નામ રોશન કરશે.




