MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશન – પ્રિ-એક્ઝિબિટર્સ મીટ’નું આયોજન કરવામાં આવ્યું.

 

MORBI:મોરબીમાં ‘વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશન – પ્રિ-એક્ઝિબિટર્સ મીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

આગામી 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહેલા દેશના સૌ પ્રથમ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન 2025’ ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ એક્ઝિબિશનને લઈને આયોજકો અને આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહેલા એક્ઝિબિટર્સમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશનની પૂર્વ તૈયારીના ભાગરૂપે તારીખ 17 માર્ચના રોજ ગુજરાતના ગૌરવ અને સિરામિક સિટી ગણાતા મોરબીમાં ‘વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશન – પ્રિ-એક્ઝિબિટર્સ મીટ’* નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રિ-એક્ઝિબિટર્સ મીટમાં વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના ટાઇટલ સ્પોન્સર ‘બ્લુઝોન’ના ડિરેક્ટર શ્રી મનોજભાઇ પટેલ, એસોસિએટ સ્પોન્સર ‘ફલેસ ગ્રેનીટો’ ની ટીમ તથા વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના ડિરેક્ટર્સ શ્રી જિતેન્દ્રભાઈ કથીરિયા અને શ્રી વિજયભાઇ અઘારા હાજર રહ્યા હતા. આ પ્રિ-એક્ઝિબિટર્સ મિટિંગમાં મોરબીના સિરામિક ઉદ્યોગના ટ્રેડને આગળ વધારવા વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપો સિરામિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક્ઝિબિટર્સને કઈ રીતે વધુમાં વધુ ફાયદાકારક બની શકે, ઉપરાંત એક્સપોમાં ભાગ લઈ રહેલા તમામ એક્ઝિબિટર્સ પોતાની આંતરિક સ્પર્ધા છોડીને સમગ્ર ઇન્ડસ્ટ્રીના ટ્રેડને ગ્લોબલ લેવલ પર આગળ વધારવા માટે એક મંચ પર ભેગા થઈને એકબીજા સાથે જોડાય તેવું મનોમંથન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાયબ્રન્ટ બિલ્ડકોનની આયોજક ટીમ તરફથી એક્સપોમાં ભાગ લઈ રહેલા એક્ઝિબિટર્સને એક્સપો અંગેની તૈયારીઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત આયોજકોએ મોરબીના સિરામિક ઉદ્યોગને ગ્લોબલ લેવલ પર નવી ઓળખ આપવા માટે વાયબ્રન્ટ બિલ્ડકોન સંપૂર્ણ રીતે તૈયાર છે તેવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વાયબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશન અંગે આયોજકોએ વધુ જણાવ્યું હતું કે, વૈશ્વિક ફલક પર મોટામાં મોટું બિલ્ડિંગ મટેરિયલનું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે ત્યારે આનાથી ભારતીયોને એ ફાયદો થશે કે જુદા જુદા દેશોમાં અથવા ભારતમાં જ અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લેવાને બદલે આ એક જ એક્ઝિબિશનમાં ભાગ લેવાથી ભારત તેમજ સંપૂર્ણ વિશ્વનું માર્કેટ તેમને એક જ છત હેઠળ મળશે. આ ઉપરાંત વાયબ્રન્ટ બિલ્ડકોનના આગામી એડિશનમાં મોરબીની 50 જેટલી જ કંપનીઓને સ્થાન આપવામાં આવશે અને તેમને ગ્લોબલ લેવલ પર પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવાનો મોકો મળશે.

એક્સપોના ટાઈટલ સ્પોન્સર ‘બ્લુઝોન’ વતી મનોજભાઇ પટેલ તેમજ એક્સપો સાથે જોડાયેલા અન્ય મેમ્બર્સ દ્વારા એક્સપોના વિઝન અને સમગ્ર આયોજનને બિરદાવવામાં આવ્યું હતું. સાથે જ મનોજભાઇ પટેલે એક્સ્પોમાં ભાગ લેવાથી થતા ફાયદાઓ અને સિરામિક ઇન્ડસ્ટ્રીને આ એક્સપોમાં ભાગ લઈને સિરામિક ટ્રેડને કેમ વધારવું તેની જાણકારી આપી હતી.હવે જૂજ સ્ટોલ બાકી રહ્યા છે તો આજે જ સ્ટોલ બુક કરવા 8866147568 સંપર્ક કરો.

 

Back to top button
error: Content is protected !!