જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ

24 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ. પાલનપુર પાસે બાલારામ ના જંગલો માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર હસમુખભાઈ કે શાહ ના સહયોગ થી કિડિયારું પુરવામાં આવ્યુ કીડી માટે કીડિયારું પૂરવા માં આવ્યું. સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને ગોળ, ખાંડ દેશી ઘી, મિક્સ વાળો લોટ ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાં આવેછે. કીડીને કીડીયારું પૂરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંત બને છે. નારીયેલના કીડિયારું ના કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે. નારીયેળ ઉપર કાણું પાડી ને કીડિયારું પૂરવામાં આવે છે. બાદમાં વૃક્ષ નીચે બખોલ માં મુકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છે ,અને ચોમાસા માં વરસાદ થી બચવા આશરો પણ લે છે. વ્યક્તિ ને ભોજન આપી એ તો તે અંદર થી આપણ ને આશીર્વાદ આપે છે , તેવી રીતે જ કીડી ને કણ નાખવામાં આવે તો તે પણ આપણ ને આશીર્વાદ આપે છે. આપણી દરેક.મુશ્કેલી માં એ આપણ ને બચાવે છે. અને કીડી ને કણ નાખવા લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડિયારું પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી સ્વર્ગ મળેછે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ પાસે જંગલ વિસ્તાર માં કીડિયારું પુરવા નો પ્રોગ્રામ રાખે જીવદયા ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર હસમુખભાઈ કે શાહ ના સહયોગ થી કિડિયારું પુરવામાં આવ્યું આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. ગૌતમભાઈ કેલા રાજુભાઈ સોમાણી (Rotery club) મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર ,અશોકભાઈ પઢીયાર અને સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા અને ચૈત્ર માસ ના પુણ્ય ના ભાગીદાર બન્યા.






