
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફલો થયો.નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા, લાંક અને વારાંશી જળાશયમાં 300 ક્યુસેક પાણી થઈ આવક
અરવલ્લી જિલ્લા મા છેલ્લા બે દિવસ થી વરસાદ સતત પડી રહ્યો છે બીજી તરફ ઉપરવાસ મા થઈ રહેલા સારા વરસાદ થી શામળાજીના મેશ્વો ડેમમાં પાણીની આવક થઇ રહી છે અને ડેમ એલર્ટ મોડમાં છે ત્યારે તંત્ર ધ્વારા ભિલોડા તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બે દિવસ ભારે વરસાદ ની આગાહી હોય જળાશયમાં પાણીની આવક સતત વધી રહેલ છે શામળાજી ખાતે આવેલ મેશ્વો ડેમમાં 209 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે 91 ટકા ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ રહેતાં ઓવરફ્લો થયેલ ડેમમાંથી વેસ્ટ વેયર થી પાણી નો પ્રહાર મેશ્વો નદીમાં વહી રહ્યો છે જેથી વહીવટી તંત્ર ધ્વારા ભિલોડા તાલુકા પંચાયત ધ્વારા મેશ્વો નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવેલ છે ભિલોડા તાલુકાના શામળાજી.બહેચરપુરા.ભવાનપુર.ખેરંચા.ખારી.વિજાપુર.સોનપુર.વાંદીયોલ.બહૃપુરી. ગડાદર અને જાલીયા તથા આજુબાજુ અસર થઈ શકે તેમ હોય અસર કરતા વિસ્તારોને જાણ કરવામાં આવેલ છે ગામ પંચાયત ના તલાટી ને સ્થળ પર હાજર રહેવાની સુચના આપવામાં આવેલ છે અસરગ્રસ્ત વ્યકિતઓ ને સલામત સ્થળે ખસેડી દેવા તંત્ર ધ્વારા જાણ કરવામાં આવેલ છે.બીજી તરફ લાંક, વારંશી તેમજ મેશ્વો ડેમમાં આવક થઇ હતી.





