BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ : ઝાડેશ્વર નદી કિનારે બેસેલા યંગ કપલને થયો નકલી પોલીસનો ભેટો,ભેજાબાજની LCBએ કરી ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો

ઝાડેશ્વર શીતળા માતા મંદિર પાસે બની ઘટના
નદી કિનારે બેસેલા યુગલને નકલી પોલીસનો થયો ભેટો, પોલીસ હોવાની ઓળખ આપી યુગલને આપી દમદાટી, રૂપિયા પડાવી મોપેડ લઈને ફરાર થયો ભેજાબાજ, LCB પોલીસે, નકલી પોલીસમેનની કરી ધરપકડ

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી.

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યંગ કપલ બેઠું હતું,તે દરમિયાન એક ભેજાબાજ શખ્સ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમદાટી આપવા લાગ્યો હતો,અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવક અને યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા,જોકે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાણી માટે રૂપિયા માંગ્યા હતા,અને યુવકે તેને રૂપિયા 200 આપ્યા હતા,પરંતુ વાત આટલે થી ન અટકતા પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માગ્યું હતું,અને યુવકે મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો.

જોકે સમય અવધિ વીત્યા બાદ પણ અજાણ્યો શખ્સ પરત ન આવતા યુવક અને યુવતીને તેઓ છેતરાયા હોવાનો અણસાર આવી ગયો હતો,અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,તે અરસામાં ભરૂચ LCB પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પર CCTV સર્વેલન્સની તપાસમાં હતો,તે દરમિયાન મુલદ ટોલનાકા પાસે જ્યુપિટર મોપેડ પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી,અને પોલીસની પૂછપરછમાં છેતરપિંડીના ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસમાં ભેજાબાજ આરોપી રાજા બાબુભાઇ બાંભણીયાની ધરપકડ કરી હતી,અને જ્યુપિટર તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,તેમજ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!