
સાગબારા તાલુકાના કોલવણ ગામે નશામાં પિતરાઇ ભાઇએ પિતરાઇ બહેનનો જીવ લય લીધો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 28/05/2025 – નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવણ ગામે નશામાં પિતરાઇ ભાઇએ પિતરાઇ બહેનનો જીવ લય લીધો કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે હત્યારા ભાઇને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. સાગબારાના કૉલવણ ગામે નીચલા ફળિયામાં રહેતા દિલીપ વસાવા એ ફરિયાદ નોંધાવી કે તેની ફોઈની દીકરી પિતરાઈ કાથુબેન વસાવા મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેના મામાના દીકરા એવા કિશન વસાવા ગત રાત્રીના 8 વાગ્યાના સુમારે કાથુના ઘરે હતો તે સમયે બંને ભાઇ -બહેન વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થઇ હતી. માથાભારેની છાપ ધરાવતાં કિશને તેની પિતરાઇ બહેનને પેટ અને છાતીમાં મુકકા મારી તથા પથ્થર મારી ભાગી ગયો હતો. ગંભીર ઇજાના પગલે કાથુ વસાવાનું મોત થઇ ગયું હતું. ગામના લોકોએ પોલીસ ને ફોન કરી બોલાવતા સાગબારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પી.એસ.આઈ પી.આર.ચૌધરી એ કિશન ગેમા વસાવા ને ઝડપી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિશનને જમવાનું તથા પૈસા તેની બહેન કાથુ આપતી હતી. બંને વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હોવાનું અનુમાન છે. આરોપી કિશન નશો કરવાની પણ ટેવવાળો છે. સાગબારા પોલીસે આરોપી કિશન વસાવાની વધુ પૂછપરછ હાથ ધરી પિતરાઇ બહેનની હત્યા પાછળનું સાચુ કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે.



