મુનિ સિધ્ધાર્થ કુમારજીનો ૧૮ જુલાઈ શુક્રવારના ઉપવાસનો ૧૪ મો દિવસ મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીના શિષ્ય મુનિશ્રી કોમલ કુમારજીના સાનિધ્યમાં ૧૮ જુલાઈ ૨૦૨૫ શુક્રવારના દાહેદના તેરાપંથ ભવનમાં રાતના ૮ વાગ્યે તપસ્યાનો અનુમોદના સમારોહ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુનિશ્રી સિધ્ધાર્થકુમારજીનો ૧૪માં ઉપવાસના પ્રસંગે તેરાપંથી સભા અને તેરાપંથ મંદીબા મંડળ દાહોદ તરફથી તપસ્યાની અનુમોદનામાં ભાઈ-બહેનો તરફથી ભાષણ અને ગીતો રજુ કરવામાં આવશે. મુનિશ્રીએ ૧૦માં વર્ષાતપમાં ૧૪ની તપસ્યા કરી એકથી પંદર સુધીની ઉપવાસની કડી પુરી કરી છે. આ લાભ દાહોદ તેરાપંથી સમાજ સિવાય પુરા દાહોદ જૈન સમાજને મળ્યો છે. આ કાર્યક્રમમાં દાહોદ સિવાય ગુજરાત અને મધ્યપ્રદેશના ભાઈ-બહેનો પણ આવશે અને તપની અનુમોદનામાં પોતાના વિાચરો રજુ કરશે. આ કાર્યક્રમમાં તેરાપંથી સમાજ સિવાય દાહોદનો પુરો જૈન સમાજ પણ ભાગ લેશે. મુનિશ્રી કોમલકુમારજીના નવમા વર્ષાતપ પ્રસંગે અને શ્રાવક શ્રી સુનીલભાઈ પીપાડાના ૧૦ ઉપવાસ અને બીજા ભાઈ-બહેનોએ જેમણે અઠમ તપ (મહા ઉપવાસનો) કર્યુ છે એમની પણ તપની અનુમોદના કરવામાં આવશે
«
Prev
1
/
78
Next
»
મોરબી: કુદરત રૂઠી છે અને મંત્રીઓ ખેડૂત ની મજાક ઉડાવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વરસાદની સ્થિતિને ધ્યાન રાખી પ્રવાસનું આયોજન કરે : કલેકટર