જમડા ગામે( પરમાર) રાજપુત પરિવારની કુળદેવી હરસિદ્ધ ભવાનીની જયંતિ મહોત્સવ ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકામા આવેલ જમડા ગામે વસતા પરમાર રાજપુત પરિવારની કુળની કુળદેવી હરસિધ્ધ ભવાનીના મંદિરની ત્રણ વરસ પહેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે આજે (તિથિ) જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંજે ભવ્ય સંતવાણી લોક ડાયરા તેમજ સવારે શાસ્ત્રીશ્રી ઓ દ્વારા હવન પૂજા અર્ચના સાથે માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમસ્ત રાજપુત પરિવાર મોટાવાસના અગ્રણીઓ યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુળદેવીની તિથિ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ ગામના સર્વ સમાજના તેમજ બહાર ગામમાંથી આવેલ સર્વ સમાજના મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી શ્રીઓ દ્વારા હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને તમામ પરિવાર દ્વારા ગામમાં પરિવારમાં સુખ સહમતિ અને તમામ સમાજમાં ભાઈચારાની ભાવના બની રહે તેવી માતાજી આગળ પ્રાર્થના કરી હતી ભોજન પ્રસાદ લઈને તમામ લોકો છુટા પડ્યા હતા