GUJARATJUNAGADH

જૂનાગઢ શહેર આજે દેશભક્તિના માહોલમાં રંગાયું, ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન : સમગ્ર માર્ગ વંદે માતરમ અને ભારત માતાકી જયના નાદ સાથે ગુંજી ઉઠયો

જૂનાગઢ શહેર આજે દેશભક્તિના માહોલમાં રંગાયું, ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન : સમગ્ર માર્ગ વંદે માતરમ અને ભારત માતાકી જયના નાદ સાથે ગુંજી ઉઠયો

સમગ્ર રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, શહેર મેયર શ્રી ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવી ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા સહિતના વિવિધ પદાધિકારીગણ, ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ અને અન્ય અધિકારીગણ, મહંત શ્રી મહેશગીરી બાપુ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બહાઉદ્દીન કોલેજના પરિસરમાં સુંદર મજાની દેશભક્તિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયકોના કંઠે ગવાયેલા દેશભક્તિ ગીતોને નાગરિકોએ મન ભરીને માણ્યા હતા. આ ઉપરાંત પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની વિવિધ ધૂન વગાડવામાં આવી હતી.આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિવિધ કચેરીઓના કર્મયોગીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વેપારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, હોમગાર્ડઝના જવાનો, એન.સી.સી. કેડેટસ, સફાઈ કર્મચારીઓ, પોલીસના જવાનો સહિતના ઉત્સાહભેર જોડાયા હતા. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના અંતે ઉપસ્થિત સર્વેએ દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ.

Back to top button
error: Content is protected !!