GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના જંત્રાલ પ્રાથમિક શાળા શિક્ષક ની બદલી થતા બાળકોમાં અને ગ્રામજનોમાં અશ્રુની ધાર.

 

તારીખ ૨૬/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની જંત્રાલ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક અરવિંદકુમાર એન પટેલની શહેરા તાલુકાના પ્રાથમિક શાળા બદલી થવાથી તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો શિક્ષક અરવિંદ કુમાર કાલોલ તાલુકાના શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી તેમજ કાલોલ તાલુકાના સામાજિક વિજ્ઞાનના માસ્ટર સ્ટેનર જેવી જવાબદારી પણ નિભાવતા હતા. ગામ લોકોના મત મુજબ જંત્રાલ શાળામાં પણ તેઓ ખૂબ જ પ્રવૃત્તિ મેં શિક્ષણકાર્ય કરતા હોવાથી ગામના લોકોના અને બાળકોના પ્રિય શિક્ષક હતા આજરોજ તેમનો વિદાય સમારંભ કાલોલ તાલુકાના અધ્યક્ષ વિનોદકુમાર અમીન ની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવ્યો તેમાં મહાસંઘ સહ મંત્રી રવિન્દ્રસિંહ ઠાકોર તેમજ સી.આર.સી પ્રવીણભાઈ પટેલ તેમજ સેન્ટરના આચાર્યો,શિક્ષક મિત્રો ,ગામના સરપંચ સભ્યો તેમ જ એસએમસી સભ્યો વડીલો અને ધોરણ ૧ થી ૧૦ ના બાળકો હાજર રહ્યા હતા તેમની કાર્યશૈલીથી પ્રભાવિત ગ્રામજનો અને બાળકો તેમના વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને ખૂબ જ ભાવુક વિદાય આપવામાં આવી હતી બાળકોની આંખમાં અશ્રુુની ધાર જોઈ સૌના હૈયા ગદ ગદ થઈ ગયા હતા.બાળકોનો પ્રેમ એ જ શિક્ષકની સાચી મૂડી એ કહેવત અહીં યથાર્થ જોવા મળી.

Back to top button
error: Content is protected !!