GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ ફોર્મ ડિજિટલાઈઝ કામગીરીની સમીક્ષા કરી

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ ફોર્મ ડિજિટલાઈઝ કામગીરીની સમીક્ષા કરી

ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત હાલ ગણતરી ફોર્મ વિતરણની કામગીરી ૯૯.૭૭ એ પહોંચી ગઈ છે. તેમજ આ ફોર્મને મતદારો પાસેથી મેળવી ડિજિટલાઇઝ કરવાની કામગીરી ૧૧.૭૬ ટકા એટલે કે કુલ ૧,૫૨,૯૦૩ ફોર્મ ડિજિટલાઈઝ થઈ ગયા છે.આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી,જૂનાગઢ દ્વારા પ્રાંત અધિકારીની કચેરી,જૂનાગઢ ખાતે મુલાકાત લીધી હતી. હાલમાં ગણતરી ફોર્મ ડિજિટલાઈઝ કામગીરીની ચાલી રહી છે જેમાં કલેક્ટરશ્રી જૂનાગઢ દ્વારા બુથ લેવલ ઓફિસરની કામગીરીની સમિક્ષા કરી, જરૂરી સૂચનો આપ્યા તેમજ તેઓને સતત કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા હતા.તેમજ જૂનાગઢ જિલ્લો ગણતરી ફોર્મ ડિજિટલાઈઝ કરવામાં વધુ સારી રીતે પરફોર્મ કરે તે માટે આગામી સમયમાં જિલ્લામાં સારી કામગીરી કરનાર દસ બી.એલ.ઓ.શ્રીને સન્માનપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ની કચેરી તરફથી જૂનાગઢના મતદારોને અપીલ કરવામાં આવે છે કે હજુ પણ ઘણા મતદારોએ પોતાના ગણતરી ફોર્મ સંપૂર્ણ ભરીને બુથ લેવલ ઓફિસરને જમા કરાવેલ નથી જેથી તેઓને વહેલી તકે પોતાના મતદાન મથકના બીએલઓશ્રીને જમા કરવા વિનંતી છે. હજુ પણ લોકોને ગણતરી ફોર્મ ભરવામાં મુશ્કેલી હોય તો chunavsetu-search.gujarat.gov.in/SIRSerach.aspx તથા voter.eci.gov.in/download-eroll માં મતદાર પોતે પોતાની ૨૦૦૨ ની વિગતો મેળવી શકે છે .વધુમાં તારીખ૨૨/૧૧/૨૦૨૫ ના રોજ તથા ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ પોતાના મતદાન મથક પર યોજાનાર કેમ્પનો લાભ લેવા વિનંતી છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!