GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે આજ રોજ જૂનાગઢ ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદાર યાદીની આખરી નકલ આપવામાં આવી હતી.ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ કરવામાં આવી હતી, જે તા.૧૭.૦૨.૨૦૨૬ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય તથા મતદારયાદી વધુ સચોટ, પારદર્શક રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.તા.૧૭.૦૨.૨૦૨૬ ના જૂનાગઢ જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત આખરી સંકલિત મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ આખરી મતદારયાદી સંબંધિત તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાન મથકો તથા નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે.મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત થયેલી સમગ્ર પ્રક્રિયા દરમિયાન ૮૫-માણાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨૩૦૭૯૨ મતદારો, ૮૬ – જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨૫૨૬૪૩ મતદારો, ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨૩૬૩૪૨ મતદારો, ૮૮- કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨૨૯૫૯૬ મતદારો તથા ૮૯- માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨૨૧૦૩૬ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૧૭૦૪૦૯ મતદારો આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ થયા છે.કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ શુદ્ધ મતદાર યાદી તૈયાર થઈ છે. સમગ્ર પ્રક્રિયામાં બીએલઓશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ,મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તથા વિવિધ કચેરીનો સ્ટાફ સહાયક તરીકે જોડાયો હતો.અંદાજિત સાડા ત્રણ મહિના જેટલા સમય સુધી આ ઝુંબેશ ચાલી હતી. તેમણે સરની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ- કર્મચારીઓ આભાર માન્યો હતો.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.ડી.ધુળા, માન્ય રાજયકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!