જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયા અને જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ શ્રી દિલીપ રાણા ની અધ્યક્ષતામાં વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયા અને જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ શ્રી દિલીપ રાણા ની અધ્યક્ષતામાં વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે આજ રોજ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પ્રભારી સચિવશ્રી દિલીપ રાણા પણ ઉપસ્થિત રહયા હતા.આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી એ જૂનાગઢ મહાનગરપાલિકા, કેશોદ, માંગરોળ માણાવદર,બાંટવા,વિસાવદર નગરપાલિકાના પ્રગતિમાં રહેલા વિકાસ કામો ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ લી., જૂનાગઢ સિંચાઈ વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટ અંતર્ગતના કામોની સમીક્ષા કરી હતી.આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના નરસિંહ મહેતા તળાવ બ્યુટીફિકેશન,વાઘેશ્વરી તળાવ બ્યુટીફિકેશન,નરસિંહ વિદ્યામંદિર સ્કૂલ રીસ્ટોરેશન,ફાયર સ્ટેશન,વોટર સપ્લાય નેટવર્ક અને હાઉસહોલ્ડ કવરેજ,જોષીપરામાં રેલ્વે ઓવરબ્રિજ સહિતના કામની જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.ખાસ કરીને શહેરને ફાટક મુકત કરવા, માણવદર રીવર ફ્રન્ટ પ્રોજેકટ, જૂનાગઢ સિંચાઈ વિભાગ દ્વારા કાર્યરત ઘેડ વિસ્તારના કામોસંદર્ભે જરુરી પરામર્શ કરવામાં આવ્યો હતો.તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના પ્રોજેક્ટ અંતર્ગત મંજૂરી પ્રક્રિયા હેઠળના કામોની વિગત અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ હસ્તકના પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની વિગતની પણ માહિતી મેળવી હતી.ખાસ કરીને રોડ,રસ્તા,ગટર સહિતના અન્ય કામો સમય મર્યાદામાં પૂ્રા થાય તેની તકેદારી રાખવા પણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ, પ્રાંત અધિકારીશ્રીઓ, કાર્યપાલક ઇજનેર શ્રી,ચીફ ઓફિસર શ્રી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





