GUJARATJUNAGADHMALIYA HATINA

જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ માળીયાહાટીનામહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઇસ્કુલ સુધી સ્વચ્છતા રેલી,સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમ યોજાયા

જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ માળીયાહાટીનામહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઇસ્કુલ સુધી સ્વચ્છતા રેલી,સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમ યોજાયા

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અન્વયે જુનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માળિયા હાટીના ખાતે આજરોજ યોજાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ છે, અને આજથી એટલે કે તા.૧૭ સપ્ટેમ્બર થી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન નો શુભારંભ થયો છે.આ અભિયાન તા.૨ ઓક્ટોબર સુધી ચાલનાર છે.તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે.આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે ભારત દેશને ૨૦૪૭ માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું.આપણા દેશને આઝાદ થયા ને ૨૦૪૭ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના છે.સાંસદ શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત રાષ્ટ્ર ત્યારે જ બનશે જ્યારે દેશનો દરેક નાગરિક તેની જવાબદારી સમજે.તેમણે દરેક નાગરિકને અપીલ કરી હતી કે આપણે જે ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપી અને ૨૦૪૭ માં આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને એ માટે યોગદાન આપીએ.તેમણે ગ્રામજનોને,વિદ્યાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા પ્રત્યે આપણે જાગૃત નાગરિક બનીએ.જ્યાં ત્યાં કચરો ન નાખીએ.બીમારીઓ થવાનું એક મુખ્ય કારણ ગંદકી હોય છે. તેમણે સૌ કોઈને સ્વચ્છતા નું સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા એ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારીશ્રી પાવરાએ કર્યું હતું.આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા.કાર્યક્રમ પૂર્વે મહાનુભાવો એ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું અને મહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઈસ્કૂલ સુધી યોજાયેલી સ્વચ્છતા રેલીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, માળીયા ગામના સરપંચ શ્રી જીતુભાઈ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી દિલીપસિંહ સિસોદિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!