GUJARATJUNAGADHMENDARDA

મેંદરડા ખાતે જુનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જુનાગઢના સહિયારા પ્રયાસથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું

મેંદરડા ખાતે જુનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જુનાગઢના સહિયારા પ્રયાસથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત જુનાગઢ તથા આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ મેંદરડા પટેલ સમાજ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું તો આ આયુષ મેળામાં આરોગ્ય લક્ષી પ્રશ્નોનું નિવારણ કરવા અને આયુષની વિવિધ આરોગ્ય પદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવવા આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મેંદરડા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આયુર્વેદ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં અલગ અલગ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓએ  યોગ આસન પ્રાણાયામ ની અગત્યની માહિતી મેળવેલ હતી આ આ કાર્યક્રમમાં મેંદરડા પી એચ સી નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો આ કાર્યક્રમમાં મેંદરડા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો મેંદરડા ગામ ના પ્રતિષ્ઠિત નાગરિકોઆગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!