હાલોલ સરસ્વતી વિદ્યા મંદિર સ્કુલ ખાતે ગણિત બાળ વિજ્ઞાન મેળો યોજાયો,વિધાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૯.૨૦૨૪
હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યા મંદિર સ્કુલ ખાતે બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા 90 થી પણ વધારે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ કૃતિઓમાં રોબોટિક્સ વિષયના ઉપયોગથી બનાવેલ વિવિધ કૃતિઓ જેવી કે સેન્સરવાળા સ્માર્ટ ચશ્મા ,ઓટોમેટીક કાર , સોલર કાર ઈલેક્ટ્રિક કાર , આર્મી માટેનો હેલ્મેટ તથા અન્ય કૃતિઓ ,પ્રાકૃતિક ખેતી વેસ્ટ મેનેજમેન્ટ વગેરે વિષયોનો ઉપયોગ કરેલ હતો આ મેળામાં શાળાના પ્રમુખ,ટ્રસ્ટીગણ,બંને માધ્યમના આચાર્ય,શિક્ષકો તથા વાલીઓએ નિહાળ્યો હતો જ્યારે વિજ્ઞાન બાળ મેળામાં વિજ્ઞાન શિક્ષક અંગ્રેજી માધ્યમના હિતેશભાઈ રોહિત ગુજરાતી માધ્યમમાંથી મિહિરભાઈ પટેલ તેજલબેન ભાવસાર રાઠવા દિવ્યાબેન આમ તમામ વિજ્ઞાન શિક્ષકોએ આ વિજ્ઞાન મેળો સફળ બનાવવામાં અર્થાત પ્રયત્ન કર્યા હતા.અને આ વિજ્ઞાન મેળામાં શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી કરીને બાળકો આવીને આવી કૃતિઓ ભવિષ્યમાં પણ બનાવે અને તેમનું નામ રોશન કરી શકે.















