BANASKANTHAGUJARATPALANPUR
શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા ખાતે જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓની બુટ – મોજા મોજડીનું વિતરણ કરવામાં આવ્યું
29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સદર શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 12 ના કુલ 55 વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને શ્રી અતુલકુમાર સોમાલાલ વોરા વતન-ડીસા (હાલ- મુંબઈ) દ્વારા ઉત્તરાયણ નિમિત્તે બુટ – મોજા મોજડીનું વિતરણ કરવામાં આવ્યું.તેમની સેવાકીય પ્રવૃતિને કેળવણી મંડળ તથા શાળા પરિવારે બિરદાવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી. તેમનું સ્વાસ્થ્ય સારું રહે, તેઓ દીર્ઘાયુ બનો અને સમાજમા સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહો, યાજ્ઞિક શર્માના (ડીસા) પ્રયત્નથી આ કાર્ય સફળ થયું શાળા પરિવારે તેમનો પણ આભાર વ્યક્ત કર્યો.