JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોકળામાં ગંદકી ઠાલવતા આસામીઓને દંડ કરાયો.

જૂનાગઢ મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા  તા:૧૧/૦૬/૨૦૨૪ ના રોજ માન.કમિશનર સાહેબ શ્રી ડો.ઓમ પ્રકાશ  તથા ડેપ્યુટી કમિશનર શ્રી એ.એસ.ઝાંપડા સાહેબની સૂચના અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કે. જી.ટોલિયા સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ઝાંઝરડા રોડ સ્થિત ગરનાળા પાસે આવેલ પેરી પ્લાઝા કોમ્પલેક્ષના ધારકો બાજુમાં આવેલ વોકળામાં ગંદકી ઠાલવતા હોય તેવી માહિતી મળતાં મહાનગર પાલિકાના વોર્ડ એસ.આઈ દ્વારા કુલ ૪ આસામીઓ (૧) ક્રીમીનેસ આઈસક્રીમ (૨) ક્રીમ ઓડન એન્ટરપ્રાઈઝ (૩) સંજીવની મેડીકલ સ્ટોર (૪) ગોકુલ મેડીકલ સ્ટોરને રૂ.૫૦૦૦/- લેખે કુલ રૂ.૨૦,૦૦૦/- વીસ હજારનો  દંડ સ્થળ ઉપર ફટકારવામાં  આવેલ છે. આ કાર્યવાહી થી ગંદકી ફેલાવનારઓમાં ફફડાટ વ્યાપી ગયેલ.

Back to top button
error: Content is protected !!