જૂનાગઢ શહેરમાં ૧૯ (ઓગણીસ) હોટેલ રેસ્ટોરન્ટમાં ફાયર એન.ઓ.સી. ચાલુ ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ

તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ,સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.
શહેરમાં આજ રોજ તા:૧૧/૦૬/૨૦૨૪ના રોજ ૧૯ (ઓગણીસ) હોટેલ રેસ્ટોરન્ટ માં ફાયર સેફટી તપાસ કરવામાં આવી. જે પૈકી તમામ ૧૯ (ઓગણીસ) હોટેલ રેસ્ટોરન્ટ (૧) હોટલ પારસ (૨) આશિષ ગેસ્ટ હાઉસ (૩)ભાગ્યપેલેસ હોટલ (૪) હોટલ મધુવતી (૫) હોટેલ પ્લેટિનમ (6) રીલીફ ગેસ્ટ હાઉસ (૭) સાધના રેસ્ટોરન્ટ (૮) હોટલ રોયલ ઇન (૯) હોટલ ગીરનાર (૧૦) પટેલ રેસ્ટોરન્ટ (૧૧) આશીર્વાદ હોટલ (૧૨) પરમાનંદ લાહોરિયલ (૧૩) મેગ્નમ હોટલ (૧૪) પટેલ ડાઇનિંગ હોલ (૧૫) ઉત્સવ રેસ્ટોરન્ટ (૧૬) હોટલ ઈન્દ્રલોક (૧૭) હોટલ લોટસ (૧૮) જનતા લોજ (૧૯) ધ ગ્રાન્ડ પટેલ માં ફાયર એન. ઓ. સી. ચાલુ ના હોય તેથી ઉપરોક્ત તમામ હોટેલ રેસ્ટોરન્ટને કાર્યરત ફાયર એન.ઓ.સી. રજૂ કરવા ધારાધોરણ ની નોટિસ આપવામાં આવી.




