JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

સ્કૂલ વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે સ્કૂલના બાળકોને ન બેસાડવા સૂચના

જૂનાગઢ તા. ૬  જૂનાગઢ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કૂલવાન, સ્કૂલબસ, વગેરે વાહનોના વાહન માલિકોને સંચાલકોને અનઅધિકૃત અને જોખમી રીતે સ્કૂલના બાળકોને ન બેસાડવા તકેદારી રાખવા માટે સૂચિત કરવામા આવે છે.

વેકેશન પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં સ્કૂલો ચાલુ થવાની છે. જેથી વાહનોનો સ્કૂલના બાળકોને લાવવા-લઇ જવા માટે ઉપયોગમાં લેવાતા પહેલા, વાહનોના દસ્તાવેજો જેવા કે, ફિટનેસ, પરમિટ, ટેક્ષ, ઇન્સ્યોરન્સ, PUC, રોડ સેફ્ટી બાબત વગેરેની પુર્તતા થાય તે સુનિશ્વિત કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવે છે. ઉપરાંત વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે સ્કૂલના બાળકોને ન બેસાડવા તકેદારી રાખવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-જૂનાગઢની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!