BHUJKUTCH

કચ્છની આંગણવાડીઓમાં જી-૨૦ સમિટની થીમ પર વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી

5-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાના ૧૯ ઘટકની આંગણવાડીમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા જી- ૨૦ સમિટની થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કિશોરીઓ દ્વારા જી-૨૦ સમિટના લોગોની રંગોળી ,ચિત્ર સ્પર્ધા ,સલાડ ડેકોરેશન, વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં વિશ્વના લોકોને વસુધૈવ કુટુંમ્બનો તથા એક જમીન ,એક કુટુંમ્બનો તેમજ વિશ્વના લોકોની સુખાકારી વિષે વિવિધ સંદેશ આપવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવામાં કચ્છ જિલ્લાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર આઇસીડીએસ ટીમના સિડીપીઓશ્રી, સુપરવાઇઝર,વર્કર બહેનો ,કિશોરીઓએ જી -૨૦ની થીમ આધારિત ઉજવણી કરવામાં મોટી સંખ્યામાં ઉત્સાહ ભેર ભાગ લીધો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!