AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

કલ્ચરલ આઉટરીચનાં ૧૦૧ કાર્યક્રમ અંતર્ગત ભવન્સ કોલેજ કેમ્પસ ખાતે 6 દિવસીય થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ભારતીય વિદ્યા ભવન, ઇન્ફોસીસ ફાઉન્ડેશન અને ધ અર્થિંગ ગ્રુપ દ્વારા કલ્ચરલ આઉટરીચનાં ૧૦૧ કાર્યક્રમ અંતર્ગત ભવન્સ કોલેજ કેમ્પસ ખાતે તારીખ 13 થી 18 મે સુધી 6 દિવસીય થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં શ્રી પ્રશાંત બારોટ,શ્રી ભાર્ગવ ત્રિવેદી, શ્રી નિસર્ગ ત્રિવેદી, ડૉ.મૌન સાધુ જેવાં નાટ્ય ક્ષેત્રના જાણીતા કલાકારો દ્વારા થિયેટર અને વ્યક્તિત્વ વિકાસ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. છ દિવસીય આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને અભિનય, નાટ્ય લેખન, ઓડિશન માટેનું માર્ગદર્શન, વોઈસ મોડયુલેશન જેવા વિવિધ વિષયોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. શ્રી ભાર્ગવ ત્રિવેદી દ્વારા નાટ્ય લેખનની તાલીમ આપતા જણાવવામાં આવ્યું હતું કે નાટ્ય લેખન માટે વાંચન ખુબ મહત્વનું છે. સાથે જ ડૉ. મૌન સાધુએ નાટક માટે જણાવ્યું હતું કે નાટક કદી અટકતું નથી “ના અટક એટલે નાટક.” શ્રી નિસર્ગ ત્રિવેદી એ ખાસ કલાકારના સર્વાંગી વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે કલાકારે આગળ વધવા હંમેશા ધીરજ રાખવી અને પ્રયત્નશીલ રહેવુ જોઈએ સાથેજ ફિલ્મ ક્ષેત્રના ખુબ જાણીતા અભિનેતા શ્રી પ્રશાંત બારોટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ફિલ્મ અને નાટ્ય ક્ષેત્રમાં આગળ વધવું હોય તો જીવનમાં અને કાર્યમાં સકારત્મકતા ખુબજ જરૂરી છે. શ્રી ચિરાગ પારેખ અને શ્રી મીના ભાટિયા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ નાટકની એક્ટિવિટી કરાવીને વિધાર્થીઓને પર્ફોમન્સ માટે તૈયાર કરવામાં આવ્યા. આ વર્કશોપના અંતિમ દિવસે વિદ્યાર્થીઓ એ રોડ સેફ્ટી પર એક નાટક તૈયાર કર્યું હતું. જે ભવન્સ ના જે. એ.ઓડીટોરીયમ માં ભજવાયું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!