JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ ના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ ના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ તમામ અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના પણ આપી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, જમીનની માપણી, જમીન દસ્તાવેજ, વરસાદી પાણીના નિકાલ, નવા ગામ તળમાં પ્લોટ ફાળવણી જેવા અનેક પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા,અધિક નિવાસી કલેકટરશ્રી બી.એસ.બારડ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!