JUNAGADHKESHOD

કેશોદમાં નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ તથા વીલ ચેર વિતરણનું કાર્યક્રમ યોજાયો

*કેશોદમાં નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ તથા વીલ ચેર વિતરણનું કાર્યક્રમ યોજાયો*

*અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડા યુએસએના આર્થિક સહયોગથી ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા કેશોદની લોહાણા મહાજન વાડીમાં નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ તથા વીલ ચેર વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

– ભારત વિકાસ પરિષદ કેશોદ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે જેના એક ભાગરૂપે અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડાના આર્થિક સહયોગથી નિશુલ્ક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતુ કેમ્પમાં જરૂરિયાત મંદ દિવ્યાંગ લોકોને પગ માટે કેલીપર હાથ બનાવી આપવો વિલ ચેર તેમજ ટ્રાય શીકલનું વિતરણ નિશુલ્ક કરવામાં આવ્યું હતું
આ દિવ્યાંગ કેમ્પ કેશોદ લોહાણા મહાજન વાડી શરદ ચોક હવેલી ની બાજુમાં રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં દર્દીઓને ડોક્ટર્સ દ્વારા ચેકઅપ કરી કૃત્રિમ હાથ પગ માપણી લેવામાં આવી હતી કેમ્પમાં આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું

રીપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!