DEDIAPADANANDODNARMADA

ડેડીયાપાડામાં ભારત ફાયનાન્સ ઈનફ્લુઝન લિમિટેડના પૂર્વ બ્રાન્ચ મેનેજર અને સંગમ મેનેજર દ્વારા 6.42 લાખની ઉચાપાત

ડેડીયાપાડામાં ભારત ફાયનાન્સ ઈનફ્લુઝન લિમિટેડના પૂર્વ બ્રાન્ચ મેનેજર અને સંગમ મેનેજર દ્વારા 6.42 લાખની ઉચાપાત

 

બંને આરોપીઓએ મળી કુલ ૩૬ લોન ધારક મહિલાઓના રૂપિયા ચાઉં કરતા ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ખાતાધારકોએ જમા કરવા આપેલા લોનના હપ્તાની રકમ ભારત ફાયનાન્સ ઈનફ્લુઝન લિમિટેડના પૂર્વ બ્રાન્ચ મેનેજર અને સંગમ મેનેજર દ્વારા ઉચાપાત કરવાની ઘટના સામે આવી છે જે બાદ હાલના બેન્ક મેનેજર દ્વારા ડેડીયાપાડા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય છે

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી (૧) વિજયકુમાર મહેંદ્રભાઇ પટેલીયા રહે. રાજપુર હનુમાનજી ફળીયા તા. બાલાશોનોર જી. મહીસાગર ઈન્ડસઈન્ડ બેંક સાથે મર્જ થયેલ ભારત ફાયનાન્સ ઈન્ફ્લુઝન લીમીટેડની ડેડીયાપાડા શાખામાં બ્રાંચ મેનેજર તરીકેની પોતાની ફરજ દરમિયાન ૭ (સાત) લોન ધારકો પાસેથી કુલ રૂપિયા ૮૪,૫૭૩/- ની લોનની ચુકવણી તથા લોનના હપ્તા ઉઘરાવા પેટે ઉઘરાવી પોતાના અંગત કામમા વાપરી નાંખી અને લોન ધારકોના ખાતામાં નહી નાંખી તથા આરોપી (૨) અજયભાઇ ગુમાનભાઇ વસાવા રહે પાણેથા નવી વસાહત તા-ઝઘડીયા જી- ભરૂચ નાઓએ ઈન્ડસઈન્ડ બેંક સાથે મર્જ થયેલ ભારત ફાયનાન્સની ડેડીયાપાડા શાખામાં પોતાની સંગમ મેનેજર તરીકેની ફરજ દરમિયાન કુલ ૨૯ લોન ધારકોના લોન ચુકવણીના નાણા તથા લોન ધારકોના લોનના હપ્તાઓ ના નાણા લોન ધારકો પાસેથી પાકો વિશ્વાશ આપી મેળવી લોન ધારકોના ખાતામાં ન નાંખી પોતાના અંગતકામમાં વાપરી નાંખી લોનની ભરપાઈ પણ ભારત ફાઈનાન્સમાં ન કરી લોન ધારકોના કુલ રૂ ૫,૫૭,૬૦૮/- રૂપિયા પોતાના અંગત કામમાં વાપરી બન્ને આરોપીઓએ ૩૬ લોન ધારકોના કુલ રૂ. ૬,૪૨,૧૮૧/- રૂપિયાની એક જ સમયગાળા દરમિયાન સાથે મળી એકબીજાની મદદગારીથી વિશ્વાસ ઘાત અને ઠગાઈ કરી નાણાની ઉચાપત કરતા ભારત ફાયાનાન્શિયલ ઈન્ક્યુઝન લીમીટેડ માં ડેડીયાપાડા ખાતે હાલમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રિતેશકુમાર પુનમભાઇ માછી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!