JUNAGADH

જુનાગઢ મહાનગર પાલિકાની સાધારણ સભા યોજાય.

પદ્મશ્રી આદરણીય દિવાળીબેન ભીલની પ્રતિમાની બસ સ્ટેન્ડ ચોક ખાતે સ્થાપના કરવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો...

પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી હેમાબેન આચાર્યનું અવસાન થતા જયશ્રી ફાટકથી નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડનું “હેમાબેન સુર્યકાન્તભાઈ આચાર્ય રોડ” નામકરણ અને ૨ મીનીટનો મૌન પાડી શોક ઠરાવ તાજેતરમાં અમદાવાદ ખાતે એર ઇન્ડિયા ફ્લાઈટમાં થયેલ દુર્ઘટનામાં અવસાન પામેલ યાત્રિકો,ડોક્ટર,વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ફ્લાઈટની અથડામણથી હોસ્ટેલમાં અવસાન પામેલ તમામ લોકોના આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ અર્પે તે માટે ૨ મીનીટનો મૌન પાડી શોક ઠરાવ ઝાંઝરડા રોડ પર થયેલ દુર્ઘટના તથા સાબલપુર દુર્ઘટના રોડ ખાતે થયેલ અવસાન પામેલ તમામ લોકોના આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ અર્પે તે માટે ૨ મીનીટનું મૌન પાળી શોક ઠરાવ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભા તા.૨૦/૦૬/૨૦૨૫ ને શુક્રવાર,સમય:બપોરે ૧૨:૦૦ કલાકે સ્થળ:શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડ ત્રીજો માળ,મહાનગરપાલિકા કચેરી,આઝાદ ચોક જુનાગઢ ખાતે મળેલ છે.જેમાં અધ્યક્ષશ્રી ધર્મેશભાઈ પોંશીયા દ્વારા સર્વે કોર્પોરેટરશ્રી તથા પત્રકારશ્રીઓનું સ્વાગત કરવામાં આવેલ.જેમાં માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ,ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા,માન.નાયબ કમિશનરશ્રી અજય એસ.ઝાંપડા અને શ્રી જયેશભાઈ પી. વાજા,સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર તથા કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જનરલ બોર્ડમાં નીચેના ઠરાવ પાસ કરવામાં આવે 1.પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી હેમાબેન આચાર્યનું અવસાન થતા જયશ્રી ફાટકથી નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડનું” હેમાબેન સુર્યકાન્તભાઈ આચાર્ય રોડ” નામકરણ કરવા અંગે સ્થાયી સમિતિ દ્વારા કરેલ ઠરાવને જનરલ બોર્ડ દ્વારા સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલ છે માન.કમિશનરશ્રી મહાનગરપાલિકા જુનાગઢને પાઠવેલ પત્રની વિગતે પદ્મશ્રી આદરણીય દિવાળીબેન ભીલની પ્રતિમાની બસ સ્ટેન્ડ ચોક ખાતે સ્થાપના કરવા માટે સ્થાયી સમિતિ દ્વારા કરેલ ઠરાવને જનરલ બોર્ડ દ્વારા સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલ છે.પુરવણી એજન્ડાના મુદ્દાઓ મહાનગર પાલિકા,જુનાગઢના વિરોધપક્ષ દ્વારા રોડ,રસ્તા,ગટર,લાઈટ અને પ્રાથમિક શિક્ષણ જેવી અન્ય અનેક રજુઆતો કરવામાં આવેલ જે રજૂઆતો પરત્વે યોગ્ય કાર્યવાહી કરવા અર્થે માન.કમિશનરશ્રી તરફ મોકલવામાં આવેલ.અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવેલ ઠરાવ
1. ઝાંઝરડા રોડ પર થયેલ દુર્ઘટનામાં અવસાન પામેલ તમામ લોકોના આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ અર્પે તે માટે ૨ મીનીટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
2. પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી હેમાબેન આચાર્યનું ગત દિવસોમાં દુ:ખદ અવસાન થયેલ છે. જેના આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ અર્પે તે માટે ૨ મીનીટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
3. તાજેતરમાં અમદાવાદ ખાતે એર ઇન્ડિયા ફ્લાઈટમાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ યાત્રિકો તથા ફ્લાઈટની અથડામણથી મેડીકલ હોસ્ટેલમાં અવસાન પામેલ ડોક્ટર તથા વિધાર્થીઓ સહીત તમામ લોકોના આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ અર્પે તે માટે ૨ મીનીટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
4. તાજેતરમાં અમદાવાદ ખાતે એર ઇન્ડિયા ફ્લાઈટમાં થયેલ દુર્ઘટનામાં અવસાન પામેલ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ અર્પે તે માટે ૨ મીનીટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
5. જુનાગઢ શહેરમાં સાબલપુર ખાતે ૧૨ વર્ષીય શ્રી અમન ખેબરનું ખાડામાં પડી જવાથી અવસાન થતા તેમની આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ અર્પે તે માટે ૨ મીનીટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
6. જુનાગઢ મહાનગર પાલિકામાં સફાઈ કામગીરી કરતા સખી મંડળની બહેનોને દૈનિક વાહન એલાઉન્સ તરીકે રૂ.૧૦૦ તેમજ માસિક રૂ.૩૦૦૦/- ની મર્યાદા નક્કી કરતો ઠરાવ પસાર કરાયો.
7. ધારાગઢ રોડ પર ડીમોલેશન કરવામાં આવેલ છે.ત્યાં રહેતા લોકોને વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે કલેકટરશ્રીને દરખાસ્ત કરવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવેલ.
8. મધુરમ વિસ્તારના એપલ વૂડ કોમ્પ્લેક્ષ પાસે ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનુસાર અને રોડ સેફટી ટીમ,ટ્રાફિક પોલીસનો અભિપ્રાય લઇ મુકવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ.
9. જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા એસ.ટી.પી.માં ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.આ શુદ્ધિકરણ કરેલ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે અને બદલામાં ઇરિગેશન વિભાગ દ્વારા અત્રેની કચેરીમાં પીવા લાયક શુદ્ધ પાણી આપશે.રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટનો જનરલ બોર્ડ દ્વારા રૂ.૩૨૫.૧૫ કરોડનો ડી.પી.આર. તૈયાર કરવામાં આવેલ જેને સર્વાનુમતે સૈધ્ધાંતિક સ્વીકાર કરી સરકારશ્રીના જી.યુ.ડી.એમ.વિભાગને મોકલવામાં આવશે.

Back to top button
error: Content is protected !!