વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો વેગવાન બન્યા છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આંગણવાડીઓમાં બહેનો અને વિદ્યાર્થીઓ દ્વારા કાગળ, આસોપાલવ અને ફુલના તોરણમાં મતદાન જાગૃતિ નો સંદેશો આપવામાં આવી રહ્યો છે. ૮૭- વિસાવદર વિધાનસભા ચૂંટણીના પેટા ચૂંટણીના અનુસંધાને મતદાન જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભેંસાણ તાલુકા ના ૭૯ આંગણવાડી કેન્દ્ર, વિસાવદર તાલુકાની ૧૪૦ આંગણવાડી કેન્દ્ર, જૂનાગઢ ગ્રામ્ય ની ૯૨ એમ કુલ ૨૧૧ આંગણવાડી કેન્દ્રોમાં બહેનો અને વિદ્યાર્થીઓ દ્વારા કાગળ, આસોપાલવ અને ફૂલના કલાત્મક તોરણ બનાવવામાં આવ્યા હતા. આ તોરણમાં મતદાન એ આપણી જવાબદારી, મતદાન શ્રેષ્ઠદાન, ચાલો સૌ કરીએ મતદાન, આપણો વોટ આપણી તાકાત, લોકતંત્રના ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા જેવા સ્લોગન તોરણ પર લગાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૧૯ જુનના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર નવતર અભિગમ અને જુદા જુદા માધ્યમો દ્વારા દરેક નાગરિકો સુધી તા.૧૯ જુનના અચૂક મતદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.