GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચાડધ્રા ગામે ચૂંટણીનો ખાર રાખી પિતા-પુત્ર પર પાંચ શખ્સોએ હુમલો કરી:જાનથી મારી નાખવાની ધમકી આપી 

 

HALVAD:હળવદના ચાડધ્રા ગામે ચૂંટણીનો ખાર રાખી પિતા-પુત્ર પર પાંચ શખ્સોએ હુમલો કરી:જાનથી મારી નાખવાની ધમકી આપી

 

 

હળવદના ચાડધ્રા ગામે જૂના ચૂંટણી વિવાદનો ખાર રાખી પાંચ આરોપીઓએ પિતા-પુત્ર ઉપર છરી, લાકડી અને મૂંઢ માર મારતા ગંભીર ઇજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે પાંચેય આરોપીઓ સામે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ચાડધ્રા ગામમાં જૂના ચૂંટણી વિવાદને લઈને ગામના જ ખેડૂત પિતા-પુત્ર ઉપર હુમલો થયો હોવાની ફરીયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરીયાદી દોલતભાઈ હરીસંગભાઈ ટાપરીયા ઉવ.૫૯ રહે. ચાડધ્રા ગામ વાળાએ આરોપી ૧)બટુકભાઇ કશુભાઇ ટાપરીયા, (૨)મહેશભાઇ બટુકભાઇ ટાપરીયા,(૩)ઘનશ્યામદાન અંબાદાન ટાપરીયા, (૪)જશકરણભાઇ બટુકભાઇ ટાપરીયા ઉપરોકત ચારેય રહેવાસી-ચાડધ્રા ગામ તથા આરોપી (૫)રવિદાન વિષ્ણુદાન હાલે રહેવાસી-ચાડધ્રા ગામ મુળ રહેવાસી-જામનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદીએ ગામની સરપંચની ચૂંટણીમાં આરોપી પક્ષે મત ન આપ્યાનો રોષ રાખી ગામના જ ઉપરોક્ત પાંચેય ઈસમોએ એ તેમને તથા તેમના દિકરા રવિદાન દોલતભાઈને માર માર્યો હતો. જેમાં ગઈકાલ તા.૨૬/૧૧ ના રોજ ફરીયાદીના ઘરની પાછળ નદીના પટમાં આરોપીઓએ છરી, લાકડાના ધોકા તથા મૂંઢ માર મારી બન્ને પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!