JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય માનવ સંસાધન વિકાસ તાલીમ યોજાઇ

જૂનાગઢ તા. ૧૬   માન.કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટીયાની પ્રેરણાથી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ કિસાન વિકાસ ભવનજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીજૂનાગઢ તેમજ એક્ષટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટીટયુટઆણંદના સયુંકત ઉપક્રમે ત્રિદિવસીય માનવ સંસાધન વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૪૦ જેટલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તથા આત્મા પ્રોજેક્ટગીરસોમનાથ અને જૂનાગઢના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવ એ જણાવ્યુ કેઆ તાલીમ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની સોફ્ટ સ્કીલમાં વધારો થાય તેમજ તેઓમાં નેતૃત્વનો વિકાસ થાય અને સ્ટ્રેસ તથા સમયનું કઈ રીતે વ્યવસ્થાપન થાય જેવા વિષયો પર તાલીમબદ્ધ કરવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમનું સંચાલન સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ.સી.છોડવડીયા તેમજ રીસર્ચ એસોસિએટ ડૉ.ક્રિમ્પલ આર ખુંટે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!