JUNAGADHKESHOD

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકા દ્વારા બડોદર-ફાગળી રોડ સ્થિત આવેશ સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળા કેશોદના સંકલ્પ સાથે વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું જતન અને વૃક્ષોનું સંવર્ધન આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત જ નહીં પરંતુ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!