JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢના ઔદ્યોગિક એકમો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હું અવશ્ય મતદાન કરીશની પ્રતિજ્ઞા લઈ શ્રમયોગીઓ સંકલ્પબદ્ધ થયા

જૂનાગઢ,તા. ૨૯ લોકસભા સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને લોકજાગૃતિ વધે એ માટે વહિવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. જે અન્વયે  જૂનાગઢના  વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર રાજયની સાથે જૂનાગઢ જિલ્લામાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોની સહભાગીતા વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહયુ છે. જૂનાગઢ શહેરના જુદા જુદા ઔદ્યોગિક એકમો જેવા કે પાર્થ પોલી વુવન પ્રાઈવેટ લીમીટેડ, પરફેકટ ઓટો એકસેસરીઝ, રાજાણી ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ક્રિએટિવ કાસ્ટિંગ, કાસ્ટેક અને વેસ્ટર્ન પ્લાસ્ટિક સહિતના એકમો ખાતે કામ કરતા મતદારો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. તેમજ કામદારો અને તેના પરીવારજનોને પણ તા. ૭ મે ના રોજ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. અને ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી અને શ્રમિકોએ મતદાનના શપથ લીધા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!