
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : મામલતદાર કચેરી ખાતે OBC અનામત વર્ગીકરણ અંતર્ગત ઠાકોર સમાજના અગ્રણીઓ અને સામાજીક આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે, પરંતુ માત્ર 20 જેવા સામાજિક, શેક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભા લે છે. આ 20 સમુદાયની સંખયા ઓબીસીની કુલ સંખ્યાની 20% પણ નથી પણ 80% અનામતની સીટ લે છે, બીજી તરફ ઠાકોર, કોળી, દેવીપૂજક, રાવળ, ગોસ્વામી વંજારા, ધોબી, નાઈ, મોચી જેવા 100 થી વધુ ઓબીસીમા આવતા વિકાસથી વંચિત સમુદાયો કોઈ સકારાત્મક લાભ મેળવી શકતા નથી.આ તફાવત દૂર કરવા ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ (OBC Sub-categorization) તાત્કાલિક અમલમાં મુકવું જરૂરી છે.સુપ્રીમ કોર્ટના 1992ના ઈન્દ્રા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ ઓબીસી અનામત વર્ગીકરણ સંપૂર્ણપણે બંધારણીય છે.ઉલ્લેખનીય છે કે, ભારતની 12 રાજ્યોમાં – જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને શાસિત રાજ્યોનો સમાવેશ થાય છે જેમ કે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને કેરળ આ બધાં રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. બિહારમાં તો છેલ્લાં 50 વર્ષથી ઓબીસી અનામત વર્ગીકરણ સફળતાપૂર્વક અમલમાં છે.ગુજરાત રાજ્ય આ નિર્ણય લેવામાં સંપૂર્ણપણે સત્તાધિકાર ધરાવે છે અને કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની કોઈ જ જરૂરીયાત નથી. તેમજ આ માટે કોઈ નવી જાતિ ગણતરી (Caste Census) કરવાની જરૂર નથી. માત્ર એક સર્વે અને એક સમિતિની રચના દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ 6 મહિના કરતા ઓછા સમયમાં અમલમાં મૂકી શકાય.જો ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં પણ 90% ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાડથી દૂર જ રહેશે. પછી સમાવિષ્ટ વિકાસ (Inclusive Development) કેવી રીતે શક્ય બનશે? સમાજના નબળા વર્ગો માટે સરકારે જે ડક્કો અને અનામતની વ્યવસ્થા કરી છે, તે તમામ સમુદાયોને સમાન રીતે મળી રહે, તે માટે અનામત વર્ગીકરણ અનિવાર્ય છે.આથી, ગુજરાત સરકારને માંગ કરવામાં આવે છે કે અન્ય રાજ્યોની જેમ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મુકવામાં આવે.ઠાકોર સમાજ અને કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ અને ઠાકોર અને કોળી સમાજ ના હજારો લોકો એ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે મુખ્યમંત્રીને અને પ્રધાનમંત્રી ને પત્ર લખવામાં આવી ચૂક્યા છે, તો ગુજરાત માં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટે ની સમિતિ બનાવી વડેલા માં વડેલી તકે ગુજરાત માં ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે એવી માંગણી સાથે મેઘરજ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું





