JUNAGADHMANAVADAR

ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, દિવસના 70-70 હજાર રૂપિયાનો હપ્તા લેતી હોવાના આક્ષેપ

જૂનાગઢના માણાવદર અને બાંટવા વિસ્તારમાં પોલીસની મિલીભગતથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાને લઈને ભાજપના જ ધારાસભ્યે ગંભીર આક્ષેપ કર્યા છે. જેને લઈને MLA અરવિંદ લાડાણી પોલીસ સામે ધરણાં પર બેઠા છે. ધારાસભ્યે માણાવદર અને બાંટવા પોલીસ દિવસના 70-70 હજાર રૂપિયાનો હપ્તા લેતી હોવાના આક્ષેપ કર્યા છે.

મળતી માહિતી મુજબ, ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો  માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા છે. લાડાણીએ આક્ષેપ કર્યા છે કે, પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવાની મંજૂરી આપી રહ્યા છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે.

જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્યએ પોલીસ સામે ગંભીર આક્ષેપ મૂક્યા છે, ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ પરના ગંભીર આક્ષેપ મામલે યોગ્ય તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

Back to top button
error: Content is protected !!