JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જનરલ ઓબ્ઝર્વર મહંમદ ઝુબેર અલી હાશમીની અધ્યક્ષતામાં ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડેમાઈઝેશન કરાયું

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ

ચૂંટણી સ્ટાફની ટીમનું ફોર્મેશન થયું : હવે પછીના રેન્ડેમાઈઝેશનમાં ક્યા મતદાન મથક પર ફરજ બજાવશે તે નક્કી થશે

જૂનાગઢ તા.૨૨  જનરલ ઓબ્ઝર્વર શ્રી મહંમદ ઝુબેર અલી હાશમીની અધ્યક્ષતામાં અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની દેખરેખમાં ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું છે. આ રેન્ડેમાઇઝેશનના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓની ટીમનું ફોર્મેશન થયું છે.

      આ રેન્ડેમાઈઝેશન દ્વારા ચૂંટણી સ્ટાફ ક્યાં વિધાનસભા મતવિસ્તારમાં ફરજ બજાવશે તે ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર-૧ અને પોલિંગ ઓફિસરની ટીમનું ફોર્મેશન થયું છે. હવે પછીના એટલે કે ત્રીજા રન્ડેમાઈઝેશનમાં આ ટીમ કયા મતદાન મથક પર ફરજ બજાવશે તે નક્કી થશે.

     આ રેન્ડેમાઇઝેશન પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર આધારિત સોફ્ટવેરના માધ્યમથી સંપન્ન કરવામાં આવી હતી.

     આ રેન્ડેમાઈઝેશન દરમિયાન નિવાસી અધિક કલેકટર અને મેનપાવર નોડલ ઓફિસર શ્રી એન. એફ. ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!