JUNAGADHJUNAGADH CITY / TALUKO

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતાત્માઓને પરમ શાંતિ માટે મહા મૃત્યુંજય મંત્ર જાપનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતાત્માઓને પરમ શાંતિ માટે મહા મૃત્યુંજય મંત્ર જાપ નું આયોજન શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર કોલેજ રોડ ખાતે આવતીકાલે 14 જૂન 2025, શનિવાર, 08:00 (રાત્રે) રાખવામાં આવેલ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે બનેલ અત્યંત દુઃખનીય વિમાન દુર્ઘટના માં અનેક પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે, જેમાં પાર્ટી ને સાદગી – સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી ની ખોટ પડી છે. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરે મહામૃત્યુંજય મંત્ર ના જાપ આપણે સૌ કરશું અને દિવંગત થયેલ તમામ મૃતાત્માઓને શાંતિ પ્રદાન થાય અને તેઓને મોક્ષ પ્રાપ્તિ થાય એ માટે સામૂહિક પ્રાર્થના કરશું તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

Back to top button
error: Content is protected !!