GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મચ્છુ 2 ડેમ હેડ વર્કસ ખાતે નવા બે પંપ ઇન્સ્ટોલ કામગીરી લઈને બે દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે

MORBI:મોરબી મચ્છુ 2 ડેમ હેડ વર્કસ ખાતે નવા બે પંપ ઇન્સ્ટોલ કામગીરી લઈને બે દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ 2 ડેમ હેડ વર્કસ ખાતે ૨૫૦ HPના નવા બે પંપ ઇન્સ્ટોલ કરેલ છે જેનું કનેક્શન GWSSB ની ચાલુ લાઈનમાં શટડાઉન લઈને કરવાનું થાય છે જે કામગીરી તા. ૧૪ મેના સવારના ૮ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી કરવામાં આવશે
જે કામગીરીને પગલે મચ્છુ 2 ડેમમાંથી પાણી ના ઉપાડી શકવાને કારણે સમગ્ર શહેરને આવવાનો પાણી પુરવઠો તા. ૧૪ મેના બપોરના ૧૨ કલાકથી તા. ૧૫ મેના રોજ સવારના ૬ કલાક સુધી બંધ રહેશે બાદમાં સમગ્ર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા ૪૮ કલાક જેટલો સમય લાગશે જેથી તા. ૧૫ અને તા. ૧૬ ના રોજ પાણી વિતરણ અનિયમિત રીતે થશે જેની નોંધ લેવા જણાવ્યું છે






