JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડ અને મહાનગર પાલિકા દ્વારા મોતીબાગ ખાતે સફાઈ અભિયાન.

શહેરના જાહેર શૌચાલયમાં અને બાગ-બગીચામાં સફાઈ અભિયાન તેમજ શાળાઓમાં સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિશેની જાણકારી આપવામાં આવી.

શહેરમાં વિવિધ જગ્યા પર સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક યોજવામાં આવ્યા.

રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ માન.કમિશનર શ્રી ડો.ઓમ પ્રકાશ (IAS)ના માર્ગદર્શન અને માન.નાયબ કમિશનરશ્રી  એ.એસ.ઝાપડા (GAS),આસિ.કમિશનર(વ) શ્રી જયેશભાઈ પી. વાજા તથા સેક્રેટરી અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી.ટોલીયાની સુચના મુજબ સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ ચુડાસમા, મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ છે.જેમાં આજ રોજ તા.૧૯/૦૯/૨૦૨૪ ગુજરાત રાજ્ય યોગબોર્ડ અને મહાનગર પાલીકા,જુનાગઢ દ્વારા મ્યુનિસિપલ કોર્ડીનેટર યોગ કોચશ્રી વૈશાલીબેન ચુડાસમા અને યોગ સાધકો દ્વારા મોતીબાગ ખાતે આવેલ એગ્રીકલ્ચર યુનિવર્સીટીના કેમ્પસ અને ગાર્ડનમાં સફાઈ અભિયાન યોજાય.તેમજ સફાઈ અભિયાનમાં શહેરના જાહેર શૌચાલયો,બાગ-બગીચામાં સફાઈ અભિયાન તેમજ શાળાઓમાં કચરાનું વર્ગીકરણ અને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ તકે પ્રતિબંધિત પ્લાસ્ટિક વિશેની જાણકારી આપવામાં આવી.શહેરમાં વિવિધ વિવિધ જગ્યા પર “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત શેરી નાટક યોજવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!