AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં લાંચિયો તાલુકા વિકાસ અધિકારી 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા (  ઉં.વ.57 ) પર ભ્રષ્ટાચારને લઈને ભૂતકાળમાં પણ  અનેક આક્ષેપો થયા હતા.ત્યારે આખરે આ ભ્રષ્ટ તાલુકા વિકાસ અધિકારી એ.સી. બી. ની ટ્રેપમાં 6 હજારની લાંચ લેતા ઝડપાયો હતો.ડાંગ જિલ્લાનો એક જાગૃત નાગરિક  15માં નાણાપંચ વર્ષ 2023-24 અંતર્ગત સુબીર તાલુકા વિકાસ અધિકારી તરફથી મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય જે કરેલ કામગીરીના બનાવેલ એમ.બી.બુક તથા બીલમાં સુબીર તાલુકા વિકાસ અધિકારીની સહી લેવાની હોય ત્યારે  આ સુબીર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલાએ એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂપિયા 6,000/- ની લાંચની માંગણી કરી હતી.જે લાંચના નાણા જાગૃત નાગરિક  આપવા માંગતા ન હોય અને ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત ને પ્રોત્સાહન આપવા માંગતો ન હોય જેથી જાગૃત નાગરિકે  એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.અને સમગ્ર હકીકત અંગેની જાણ કરી હતી.ત્યારે ફરિયાદના આધારે એ. સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ  લાંચના છટકાનું આયોજન કર્યું હતુ.જે લાંચના છટકા દરમ્યાન સુબીર તાલુકા વિકાસ અધિકારી જાગૃત નાગરિક  સાથે હેતુલક્ષી વાતચીત કરી તેની  પાસેથી રૂા.6,000/- ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયો હતો.ત્યારે હાલમાં વલસાડ અને એ.સી.બી. પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.આર.ગામીત  તથા ટીમે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાઈ જતા જિલ્લા પંચાયત વર્તુળ સહીત તાલુકા પંચાયત વર્તુળોમાં દોડધામ મચી જવા પામી હતી..

Back to top button
error: Content is protected !!