ARAVALLIBAYADGUJARAT

બાયડ તાલુકા પેરામિલેટ્રી સંગઠન ની મિટિંગ સાઠંબા ખાતે યોજાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

બાયડ તાલુકા પેરામિલેટ્રી સંગઠન ની મિટિંગ સાઠંબા ખાતે યોજાઈ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પેરામિલેટ્રી સંગઠન ની મીટિંગ સાઠંબા ખાતે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા થઈ અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકા પેરામિલેટ્રી સંગઠન ની મીટીંગ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી અને ઝોન પ્રમુખ વીરાભાઈ ની હાજરી મા મિટિંગ ની શરૂઆત થઈ જેમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સંગઠન દ્વારા સંગઠન ને મજબૂત કરવા બાયડ ને જિલ્લા તરીકે જાહેર કરી  વિનુભાઈ ને બાયડ જીલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને કાંતિભાઇ ને ઉપ પ્રમુખ અને દિનેશભાઇ ને બાયડ તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને રાજેશભાઈ ને યુવા જિલ્લા પ્રમુખ તેમજ અનિલભાઈ ને યુવા ઉપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને અન્ય મોટી સંખ્યામાં હાજર સદસ્યો ની સર્વ સહમતી થી આ નિયુક્તિ કરવામાં આવેલ .વીર શહીદ ના માતા પિતા અને સંગઠન ના નિવૃત્ત જવાનો હાજર રહ્યા હતા.મિટિંગ નો ઉદ્દેશ માત્ર સંગઠન ને મજબૂત કરવા પદાધિકારી ની નિમણુક કરવામાં આવ્યા અને આવનાર સમય મા અર્ધ લશ્કર પરિવાર ને પણ સેના જેવી સુવિધા સન્માન માટે ની રણનીતિ ઘડવા ના સર્વે ના સુચનો માર્ગદર્શન લેવામાં આવ્યા અને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે જે પણ માર્ગ હોય રાષ્ટ્ર હિત અને દેશ હિત ને ધ્યાનમાં રાખીને આપણાં દેશ ના પેરામિલેટ્રી માટે જે કાંઈ કરવું પડે જે સંગઠન આદેશ કરે તે પ્રમાણે ભવિષ્ય મા કાર્યક્રમ કરવામા આવશે

 

Back to top button
error: Content is protected !!