MORBI:મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં ખનીજ માફિયાની માહિતી આપતા સેનાનાં જવાનની અરજી લીક: અરજદાર ને જીવનું જોખમ ઉભું થયું
MORBI:મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં ખનીજ માફિયાની માહિતી આપતા સેનાનાં જવાનની અરજી લીક: અરજદાર ને જીવનું જોખમ ઉભું થયું
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને જીલ્લામાં કરવામાં આવી રહેલ ખનીજ ચોરી બાબતે ઈમેલથી કલેક્ટરને રજૂઆત કરી હતી જો કે, કલેકટર, ભૂસ્તર શાસ્ત્રી, વાકાનેર પ્રાંત સહિતનાઓએ દ્વારા ખનીજ માફિયાની સામે કાર્યવાહી કરવાને બદલે જે યુવાને અરજી કરી હતી. તેની માહિતી મોરબી જીલ્લામાં 16 કલાકમા ભૂમાફીયાઓ સુધી અરજદાર સુધી માહિતી પહોચાડી દીધી હતી જેથી કરીને સરકારની વિરુદ્ધ કામગીરી કરીને ગુપ્તતા નિયમ ભંગ કરનાર સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે અને હાલમાં અરજદાર અને તેના પરિવાર ઉપર જીવનું જોખમ ઊભું થયેલ છે જેથી કરીને હાલમાં અરજદારે કલેકટર, વાકાનરે પ્રાંત અને જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના અગ્રસચિવને રજૂઆત કરેલ છે.
મોરબી જિલ્લાના ત્રણેય અધિકારી ની બદલી માગ સાથે તટસ્થ તપાસ કરી એક કમિટી ની રચના કરી ને આ કેસ સ્ટેટ વિજેલશ ના કર્મ નિષ્ટ અધિકારી શ્રી નિર્લિપ્ત રાય સર ને સોંપાય સાથે મે અગ્ર સચિવ ને રજુઆત કરી છે કે આ તમામ લોકો ના મોબાઇલ ને જપ્ત કરે અને એમાં પણ જે વ્યક્તિ ના મોબાઇલ માથી અરજી જ્યાં જ્યાં ફોર્વડ થઈ છે એ વ્યક્તિ ના મોબાઇલ જપ્ત કરી ને એફ એસ એલ મા મોકલવા મા આવે ત્યારે આ મોરબી જિલ્લાનાસાગઠીયા જેવા જ ભ્રષ્ટ અધિકારીઓ ની તપાસજો આવનારા દિવસોમાં નહિ થાય તો ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ હું નામદાર હાઈ કોર્ટ મા જઈશ.સાથે આ ભૂ માફીયા ની ની સંપૂર્ણ સંપદાની માહિતી સાથે એસીબી તેમજ ઇન્કમટેક્સ નેં લેખીત ફરિયાદ કરી ને હું પોતે આવનાર દિવસોમા ફરિયાદી બની ને ફરીયાદ નોધાવિશ ત્યારે પ્રશ્ર્ન એ છે કે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર ની તિજોરીને ન્યાય અપાવવા એક પ્રયત્ન કર્યો છે પન દુઃખ ની વાત એ છે કે ગુજરાત સરકારના આ મોરબી જિલ્લા ના ભ્રષ્ટ અધિકારી ઓ ના પેટ ભરાતા નથી એટલે ખનીજ ચોરી બે ફામ બની છે.સાથે આવનારા ટૂંકા દિવસો માજ ગુજરાતના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા ના મીત્રો સાથે એક ભવ્ય પ્રેસ કોન્ફરન્સ કરી ને આ મોરબી જિલ્લા ના ભ્રષ્ટ અધિકારીઓ ની પોલ ઉજાગર કરીશ અને પ્રોપર ચેનલ ઉચ્ચ ન્યાયાલય સુધી જઈશ અને છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં નઈ લેવાય તો અને ન્યાય નઈ મળે તો અમારા ડિફેસ મિનિસ્ટર શ્રી અને અમારા ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ પાસે ન્યાયની માંગણી કરીશ અને ત્યાં પણ ન્યાય નહિ મળે તો મને મળેલ તમામ મેડલ અને એવોર્ડ હું રાષ્ટ્રપતિ ના શરણે મૂકી ને ભારતીય થલ સેના માંથી રાજીનામુ આપીશ જો સરકારી તંત્ર ના અધિકારી ઓ જ આવી રીતે ભ્રષ્ટાચાર આદર તા હોઈ ખુલે આમ અરજદારની અરજીઓ બાતમીદાર સુધી પોહચી જતી હોય તો સમાન્ય માણસ કેની પાસે ન્યાય માંગે ???